<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ખેડાના હરિયાળા ગામ નજીક બે ટ્રક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભભૂકી :એક ડ્રાઈવર બળીને ભડથું

બે ટ્રક વચ્ચે થયેલ ગોઝારા અકસ્માત અને આગના દૃશ્યો જોઈને આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા

ખેડા – ધોળકા રોડ પર હરિયાળા ગામ નજીક આજે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર બાદ બંને ટ્રકોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં એક ટ્રકના ડ્રાઈવરના મોતની પણ પુષ્ટિ થઈ છે.

બે ટ્રક વચ્ચે થયેલ ગોઝારા અકસ્માત અને આગના દૃશ્યો જોઈને આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરી દીધા હતા. જો કે આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ બંને ટ્રકો સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગયા હતા.

ઘટનાને પગલે ટ્રાફિક અવરજવર પણ ખોરવાઈ ગયો હતો. અને ધોળકા રોડ પર લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂઆત કરી દુર્ઘટનામાં મૃતક ટ્રક ચાલકની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

(12:07 AM IST)