News of Saturday, 28th June 2025
નર્મદાના ઝરવાણી ગામમાં રસ્તાના અભાવે ગામના લોકોએ પ્રસુતાને ઝોળીમાં નાખી ખાડી પાર કરાવી
ખાડીમાં ધસમસતું પાણી હોવા છતાં જીવના જોખમે 108 એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડવામાં આવી: વિકાસના પીપુડાં વચ્ચે જીવનની વિસમતા

નર્મદા જિલ્લામાં હજુ પણ વિકાસ અધૂરો હોય તેવું જોવા મળી રહ્યું છે. આઝાદી પછીના આટલા વર્ષો બાદ પણ નર્મદા જિલ્લાના ઝરવાણી ગામના લીંબાડા ફળિયામાં લોકો રસ્તાના અભાવે જીવના જોખમે દૈનિક જીવન જીવી રહ્યાં છે.
ગત રાત્રીના એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા રસ્તા ન હોવાને કારણે ગામલોકોએ તેને ઝોળીમાં નાખીને ખાડી પાર કરાવી હતી. ખાડીમાં ધસમસતું પાણી હોવા છતાં જીવના જોખમે 108 એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડવામાં આવી હતી. 108 દ્વારા ગરૂડેશ્વર હોસ્પિટલ લઈ જવાના માર્ગમાં જ મહિલાની ડિલિવરી થઈ ગઈ હતી. સદનસીબે માતા અને જન્મેલું બાળક બંને સહી સલામત છે.
ચોમાસામાં ખાડીમાં પાણી ભરાઈ જતાં લીંબાડા ફળિયાનો મુખ્ય ગામ ઝરવાણી સાથે સંપર્ક તૂટી જાય છે. આવનારા દિવસોમાં અનેક મહિલાઓને પ્રસૂતિની શક્યતા હોવાથી ગ્રામજનો વધુ ભયમાં છે. ગ્રામપંચાયત અને સરપંચ દ્વારા રસ્તા અને પુલ માટે રજુઆતો કરવામાં આવી છે અને કામ મંજૂર પણ થયું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે હજુ સુધી કામ શરૂ થયું નથી. સ્થાનિક નેતાઓ અને પ્રશાસને જો તાત્કાલિક પગલાં લે તો ગ્રામજનોનું મુશ્કેલ જીવન સરળ બની શકે છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
