News of Saturday, 28th June 2025
વલસાડ જિલ્લામાં અડધાથી બે ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ :ખેડૂતોમાં ખુશીની લહેર
અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ તેમજ સોસાયટીમાં પાણી ભરાયા :વાહન ચાલકો અને લોકોને હાલાકી

અમદાવાદ : રાજ્યમાં હવે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેનાથી લોકોને હવે ગરમીમાંથી રાહત મળી રહી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતું શહેરની વાત કરવામાં આવે તો, અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ તેમજ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહણ ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વલસાડ જિલ્લાના અનેક તાલુકામાં ગઇકાલે એટલે કે, 27 જૂનના રોજ વરસાદ નોંધાયો હતો.
વલસાડ જિલ્લામાં પારડી - 50 મીમી,ઉમરગામ - 35 મીમી,વાપી- 35 મીમી,કપરાડા - 28 મીમી,વલસાડ - 19 મીમી અને ધરમપુર - 15 મીમી વરસાદ નોંધાયો હતો
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
