News of Saturday, 28th June 2025
અમદાવાદ, સુરત અને વડોદરા સીપી દ્વારા રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થતા શાંતિનો શ્વાસ આ માટે લેવાયો છે
આ ત્રણે સિટીમાં ભૂતકાળમાં કોઈના કોઈ બહાને ધાર્મિક તહેવાર કે બીજી ધાર્મિક યાત્રાઓને ગ્રહણ લાગ્યું છે : પોલીસ કમિશ્રરને પણ રાતોરાત બદલવું પડેલ છે અભૂતપૂર્વ બંદોબસ્ત પાછળનું રહસ્ય જાણવા વરવા ભૂતકાળની ભુતાવળમાં ડોકિયું કરવું જરૂરી છે

રાજકોટ, તા., ૨૮ : દેશના બીજા નંબરની અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્ને પસાર થતા રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય જે નિવળતિ વય મર્યાદાના કારણે નિવળત થવાના છે, તેમને માટે આ અવસર પોતાની બેદાગ કારકિર્દી માટે ખૂબ મહત્વનો હતો, જે ખૂબ સુંદર રીતે સંપન્ન થતા તેમને માટે આ ટેન્શનનો પીરીયડ પૂર્ણ થયો છે.
બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદના પોલીસ કમિશ્રર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક ટીમ માટે છેલ્લા એક માસથી વધુ સમયની રાત દિવસની જહેમત પણ રંગ લાવતા સિનિયર અધિકારીથી માંડી પોલીસમેન સુધી તમામના થાક ઉતરી ગયો છે.
આજ રીતે ગુજરાતની મોટી અને પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ ખૂબ કસોટીવાળી રથયાત્રા એટલે ઇસ્કોન મંદિર દ્વારા સુરતમાં નિકળતી રથયાત્રા જેની ચર્ચા પ્રમાણમાં ઓછી થાય છે, પણ આ ભૂતકાળના અન્ય ધાર્મિક પ્રસંગે ઘટેલી ઘટનાઓ અને સિનિયર ips અધિકારીઓની કારકિર્દીને ગ્રહણ લાગેલ. આવી યાત્રા પૂર્ણ થતા ib બેકગ્રાઉન્ડ ધરાવતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમે નિરાંતનો શ્વાસ લીધો હતો. અનુપસિંહ ગેહલોતે આનો સંપૂર્ણ યશ પોતાની ટીમને અને સ્ટાફને આપ્યો છે
નાની નાની વાતમાં જયા કોમી શાંતિ ડોહળાઈ જવાનો રેકોર્ડ ધરાવતાં વડોદરા શહેરમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો, ભગવાન નરસિંહજીના વરઘોડા દરમિયાન ઘટેલી ઘટનાઓ, રાતોરાત પોલીસ કમિશનર બદલાવવા વિગેરે ઇતિહાસ ધરાવતા વડોદરા શહેરમાં પણ ઇસ્કોન દ્વારા આયોજિત રથયાત્રા સંપૂર્ણ શાંતિથી અદભુત પોલીસ બંદોબસ્તને કારણે શાંતિથી સંપન્ન થયેલ છે. ભૂતકાળમાં લો એન્ડ ઓર્ડર વડા તરીકેના અનુભવ આધારે નરસિંહમાં કોમાર ટીમ દ્વારા ૭ કી.મી. રથયાત્રા જેમાં ૧ લાખ ભાવિકો ઉમટે છે, તે શાંતિ પૂર્ણ સંપન્ન થતા સીપી ટીમ દ્વારા નિરાંતે નીંદર માણી હતી.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
