<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો : વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ : અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી : પવન સાથે વરસાદ વરસ્યો

અમદાવાદ તા.૨૮ :હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો  આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે  સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે. 

અમદાવાદ શહેરમાં બપોર બાદ  વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે, અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ છે.  અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.  અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 

(4:25 PM IST)