News of Saturday, 28th June 2025
ગાંધીનગર પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં બબાલ : યુવા આગેવાન જયેશ પટેલને આમંત્રણ ન મળતા શાંતિલાલ સોજીત્રાએ કર્યો વિરોધ!
શાંતિલાલ સોજીત્રાએ ચાલુ બેઠકે વાંધો ઉઠાવતા આયોજકો દ્વારા ખુલાસો કરાયો : બબાલ બાદ બેઠક છોડી નીકળી ગયા!

(વિજય વસાણી, અકિલા) ગાંધીનગર : પાટીદાર સમાજ દ્વારા ગાંધીનગર ખાતે આજે યોજાયેલી ચિંતન શિબિરમાં સામાન્ય બબાલ જોવા મળી હતી. આ બબાલ યુવા પાટીદાર આગેવાન અને અનામત આંદોલનના પૂર્વ કન્વીનર રહી ચૂકેલા જયેશ પટેલને આમંત્રણ ન મળવા બાબતે થઈ હતી.
ચિંતન શિબિર ચાલુ હતી ત્યારે શાંતિલાલ સોજીત્રાએ અચાનક ઊભા થઈને આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, "યુવા અને અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂકેલા જયેશ પટેલને આટલી મહત્વપૂર્ણ ચિંતન શિબિરમાં આમંત્રણ કેમ આપવામાં આવ્યું નથી?"
શાંતિલાલ સોજીત્રાના વાંધાને પગલે આયોજકો દ્વારા તાત્કાલિક ખુલાસો કરવામાં આવ્યો હતો. આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે, આ ચિંતન શિબિરમાં કોઈને પણ વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ સમાજના સંગઠનો અને આગેવાનોને સામૂહિક રીતે જાણ કરવામાં આવી હતી.
જોકે, આ ખુલાસાથી શાંતિલાલ સોજીત્રા સંતુષ્ટ ન થયા અને આ બાબતે વધુ બોલાચાલી થઈ હતી. બબાલ વકરતા શાંતિલાલ સોજીત્રા અધવચ્ચેથી બેઠક છોડીને નીકળી ગયા હતા. આ ઘટનાને કારણે ચિંતન શિબિરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
