News of Saturday, 28th June 2025
વિકસિત ભારતના ધજાગરા ઉડતા જોવા મળ્યા: નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે વધુ એક મહિલાને પ્રસૂતિની પીડા બાદ ઝોળીમાં નાખી લઈ જવાઈ
ઝરવાણી ગામે લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તો ના હોવાથી ગ્રામજનોને મુશ્કેલી: આ મહીંલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખી ગ્રામજનોએ જીવના જોખમે પાણી થી ધસમસતી ખાડી પાર કરી 108 સુધી પોહચાડી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જીલ્લામાં ઝરવાણી ગામે લીંબાડા ફળિયા થી ભાંગડા ફળિયા સુધી રસ્તો ના હોવાથી ગ્રામજનોને વર્ષોથી હાલાકી પડી રહી છે
ગત રાત્રીના રોજ એક મહીંલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખી ગ્રામજનોએ જીવના જોખમે પાણી થી ધસમસતી ખાડી પાર કરી 108 સુધી પોહચાડી આ ખોળાને પહોંચાડી હતી ત્યારબાદ 108 દ્વારા ગરૂડેશ્વર હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાંજ મહિલાની ડિલીવરી થઇ ગઈ હતી જેમાં સદનસીબે મહિલા અને તેનું બાળકનો આબાદ બચાવ થયો એમ કહી શકાય જેમ કે માતા અને બાળક હેમખેમ છે
આમ નર્મદા જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામો માં રસ્તા ના અભાવે રોજ સ્કૂલે જતા બાળકો કે મોટા માણસો આરોગ્યની સમસ્યાને લઈ આવા જ પગદંડી અને ચોમાસા ખાડીઓ માં ભરાયેલા ધસમસતા પાણી માં આવા જ રસ્તે જીવના જોખમે અવરજવર કરે છે. જેમાં ક્યારેક ગર્ભવતી મહિલાઓ કે બીમાર વ્યક્તિઓ મોડું થતા મોત ને પણ ભેટે શકે છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાઈ જવાથી લીંબાડા ફળિયાનો ઝરવાણી ગામ સાથે સંપર્ક તૂટી જાય છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે હજુ પણ ઝરવાણી ના લીંબાડા ફળિયામાં ઘણી મહિલાઓને પ્રસુતિ થવાની હોય આવનારા સમયમાં સમસ્યા વધુ વકરે તેમ જણાઈ છે માટે ગ્રામજનો આ માટે ચિંતિત છે.
ઝરવાણી ના લીંબળા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી માર્ગ ન હોવાથી વર્ષોથી હાલાકી ભોગવતા ગ્રામજનો
ગામના સરપંચ દ્વારા અનેક રજુઆત બાદ રસ્તો અને પુલ મંજુર થયો હોવા છતાં કોન્ટ્રકરની બેદરકારી થી કામ ચાલુ થતું નથી જેમાં લોકો હેરાન થઈ રહ્યા છે માટે
સ્થાનિક નેતાઓ આ સમસ્યા તરફ ધ્યાન આપે તો વહેલી તકે ગ્રામજનો ને રાહત થઈ શકે.
થોડા સમય પહેલા જ ગરુડેશ્વર તાલુકામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ના ચાપટ ગામની એક આદિવાસી મહિલા એ ખરાબ રસ્તો ના કારણે અધવચ્ચે રસ્તા માં જ બાળક ને જન્મ આપ્યો હતો.
બીજી ઘટના પણ ચાપટ ગામના પેટા ફળિયા માં જોવા મળી હતી જેમાં ત્યાં રહેતા ઇદ્રિસભાઈ ડંખ્યાભાઈ વસાવા ને સાપે ડંખ મારતા ત્યાં રસ્તાના અભાવે આ દર્દી ને ઝોલી માં નાખીને દવાખાને લઈ જવામાં આવ્યા હતાં.
આવી ઘટનાઓ બાદ જાણે વિકસિત ભારત ના ધજાગરા ઉડતા હોય એમ લાગે છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માં પાકા રસ્તા સહિત ની જરૂરી સુવિધા સરકાર આપે તેવી માંગ છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
