<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

દેડિયાપાડાના ઉંમરાણ ગામે માતા સાથે આડો સંબંધ હોવાની અદાવત રાખી આધેડની હત્યા કરતો પુત્ર

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામમાં થયેલી આધેડની હત્યા બાબતે પોલીસે ખૂનનો ગુનો દાખલ કર્યો છે

     મળતી માહિતી અનુસાર શુકરાબેન વિજયસિંગ દેવજીભાઇ વસાવા (રહે.ઉમરાણ, ખાડી ફળીયુ, તા.ડેડીયાપાડા)  નાઓએ આપેલી ફરિયાદ મુજબ મનિષ ઉર્ફે મનિયો ગોકુલભાઈ વસાવા (રહે.ઉમરાણ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓની માતા સાથે પતિ વિજયસિંગ દેવજીભાઇ વસાવા ઉ.વ.આ.૫૦ નાઓના સાથે આડા સબંધ હોય જે બાબતે મનીષ એ અદાવત રાખી મરનાર વિજયસિંગની સાથે બોલાચાલી ઝધડો કરી શુકરા બેનના પતિ વિજયસિંગને માથાના પાછળના ભાગે તથા ગળાના ભાગે તથા પેટના ભાગે કોઇ તીક્ષ્ણ ધારધાર હથિયાર વડે માર મારી ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે મનિષ ઉર્ફે મનિયો ગોકુલભાઇ વસાવા વિરુદ્ધ ખૂન નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:33 PM IST)