<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

લો હવે હવે દેડિયાપાડા તાલુકામાં પણ દીપડાનો આતંક: કાટા આંબાવાડી ગામે દીપડાએ બકરાનું મારણ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કાટા આંબાવાડી ગામે દીપડાએ બકરા પર હુમલો કરી બકરાને ખોરાક બનાવ્યો હતો

    પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં અનેક ગામોમાં દીપડાના આતંક જોવા મળ્યો છે જેમાં દીપડા મૂંગા જાનવરો અને બાળક તેમજ મોટા વ્યક્તિઓ પર પણ હુમલા કરી અમુક ઘટનામાં મોત નિપજાવવા જેવી ઘટના પણ બની છે જેના કારણે લોકો માં ભારે ફફડાટ પણ જોવા મળે છે ત્યારે હાલ માં દેડિયાપાડા તાલુકા ના કાટા આંબાવાડી ગામમાં રહેતા નરેશભાઈ શનાભાઈ ના ઘર ની કાચી દીવાલ માં દીપડા એ બાકોરું પાડી ઘર માં ઘૂસી  આ દિપડા એ બકરા પર હુમલો કર્યો હતો જેમાં બકરાને ફાડી ખોરાક બનાવતા સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા.
આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ ને પાંજરું ગોઠવવા માટે જાણ કરી છે. જોકે ઘટના બનતા દરેક નાગરિકોને સાવચેત રહેવા માજી જીલ્લા પંચાયત પ્રમુખ અને વર્તમાન જીલ્લા પંચાયત સદસ્ય પર્યુષાબેન વસાવાએ અપીલ કરી છે.

(10:35 PM IST)