તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવાની મંજૂરી :અઢી લાખ ગ્રાહકોને ફાયદો :વીજ સેવા ઝડપી બનશે
આગામી પાંચથી છ મહિનામાં આ નવા 9 સબ ડિવિઝનનું નિર્માણ થશે.

અમદાવાદ :પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંદાજે અઢી લાખ વીજ ગ્રાહકોને વીજ પુરવઠામાં થતી ખલેલના નિવારણમાં ઝડપ આવશે.
સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 9 નવા સબ ડિવિઝનને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંદાજે અઢી લાખ જેટલા વીજ ગ્રાહકોને મોટો ફાયદો થશે, કારણ કે હવે વીજ પુરવઠામાં ખલેલ પહોંચતા ફોલ્ટ શોધવામાં અને રિપેર કરવામાં 20 ટકા જેટલી ઝડપ આવશે. PGVCL, જે સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં આશરે 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડે છે, તેની કચેરી હેઠળ હાલ 46 ડિવિઝનમાં 281 સબ ડિવિઝન કાર્યરત છે. આગામી પાંચથી છ મહિનામાં આ નવા 9 સબ ડિવિઝનનું નિર્માણ થશે.
નવું સબ ડિવિઝન : રાજકોટ રૂરલ સર્કલ-પડધરી 2. રાજકોટ રૂરલ સર્કલ-પાટણવાવ, સુરેન્દ્રનગર -વણોદ, સુરેન્દ્રનગર- થાન રૂરલ, પોરબંદર - માળજાવાના, જામનગર- વિરપુર, જામનગર-ફલ્લા, જૂનાગઢ -મોટા કોટડા, ભાવનગર -પીંઢળપુર
PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવી સબ ડિવિઝન કચેરીઓ કાર્યરત થતાં દરેક કચેરીમાં અધિકારીઓ સહિત 40 વ્યક્તિઓના નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. આ સ્ટાફમાં 1 ડેપ્યુટી એન્જિનિયર, 2 જુનિયર એન્જિનિયર, એકાઉન્ટ સાઈડમાં 1 ડેપ્યુટી સિનિયર આસિસ્ટન્ટ, 6 જુનિયર આસિસ્ટન્ટ, લાઇટ ઇન્સ્પેક્ટર, લાઇનમેન, આસિસ્ટન્ટ લાઇનમેન અને હેલ્પરનો સમાવેશ થાય છે. આ નવા સબ ડિવિઝનોના નિર્માણથી વીજ ગ્રાહકોને વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોના નિવારણમાં વધુ કાર્યક્ષમતા અને ઝડપનો અનુભવ થશે, જેનાથી વીજ સેવાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
