<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સુરત જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : ઉમરપાડામાં સૌથી વધુ અઢી ઇંચ ખાબક્યો

માંગરોળ - 1.26 ઇંચ,પલસાણા - 1.22 ઇંચ,બારડોલી - 1.14 ઇંચ,કામરેજ - 1.02 ઇંચ વરસાદ પડ્યો : જાણો અને ઓલપાડ, સુરત ચૌરાસીમાં કેટલો પડ્યો વરસાદ

અમદાવાદ : ગત 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 3.6 ઇંચ અને અમદાવાદના વિરમગામ તાલુકામાં 3.31 ઇંચ પડ્યો હતો.

 

ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી ચુક્યો છે. સુરત જિલ્લાના ઉંમરપાડા - 2.32 ઇંચ,માંગરોળ - 1.26 ઇંચ,પલસાણા - 1.22 ઇંચ, બારડોલી - 1.14 ઇંચ,કામરેજ - 1.02 ઇંચ,ઓલપાડ - 0.83 ઇંચ,સુરત શહેર - 0.75 ઇંચ,ચૌરાસી - 0.43 ઇંચ, માંડવી - 0.43 ઇંચ અને મહુવા - 0.24 ઇંચ વરસાદ વરસ્યો છે 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 30મી જૂનના દિવસે કોઈપણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી. તેમજ 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

(11:50 AM IST)