તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
શાળા પ્રવેશોત્સવ શિક્ષણક્ષેત્ર માટે ફળદાયી : નરહરિ અમીન

રાજકોટ, તા. ર૮ : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨.૦ અમદાવાદ શહેર અંતર્ગત સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા સેન્ટ એન્સ સ્કૂલ, સાબરમતી ખાતે આજરોજ નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા (ગુજરાત)એ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. તેમણે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ થઇ રહ્યાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે છેલ્લા વર્ષે શાળામાં ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ધોરણ - ૧૧ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ અન્વયે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘બેટી પઢાઓ અને બેટી બચાઓ' અંગેનું એક સુંદર નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા.
કન્યા કેળવણી મહોત્સવ અન્વયે ગુણોત્સવ ૨.૦ અંતર્ગત સૂચકાંકો મુજબ શાળાનું નિરીક્ષણ કર્યું. શાળા દરમ્યાન હાથ ધરવામાં આવતી પ્રવળતિઓ તેમજ રિપોર્ટ કાર્ડ તપાસીને શાળાની શિક્ષણની ગુણવત્તા બાબતે સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી.
આ પ્રસંગે શાળાનાં પ્રિન્સિપાલ સિસ્ટર રોઝી, સિસ્ટર પ્રેમા, શાળાનાં શિક્ષક અને લાયઝન અધિકારી શ્રીમતી પ્રીતિબેન શાહ અને લાયઝન અધિકારીશ્રી કિરણભાઈ દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
