<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સુરતમાંથી લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનસ સેન્ટરમાં સનરાઈઝ ડેવલોપરની દુકાનમાં દરોડો : 948 કરોડથી વધનુ શેર માર્કેટ ડબ્બા ટ્રેડિંગને SOGએ ઝડપી પાડ્યું

19 મોબાઈલ,4 લેપટોપ ,ઇન્વોઇસ ફાઈલ ,23 સીમકાર્ડ ,31 પાસબુક ,87 ચેકબુક ,પ્રિન્ટર સહિત 17.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો : કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતુ'તુ

સુરત તા.૩૦ : સુરતમાંથી 948 કરોડથી વધુનું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે.  સુરત SOG પોલીસે લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનસ સેન્ટરમાં સનરાઈઝ ડેવલોપરની દુકાનમાં રેડ કરી હતી. દરોડા દરમિયાન કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતા શેર માર્કેટ ડબ્બા ટ્રેડિંગને સુરત SOGએ ઝડપી પાડ્યું છે. 

મળતી માહિતી મુજબ, રાજ્યમાં લોકો ઝડપથી અને આસાનાથી કરોડપતિ બનવાની લાલચમાં અનેક લોકો ઠગબાજોનો શિકાર બનતા હોય છે. ત્યારે સુરતમાંથી 948 કરોડથી વધુનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરત SOG પોલીસે લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનસ સેન્ટરમાં સનરાઈઝ ડેવલોપરની દુકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં શેર બજારને લગતા અલગ અલગ સોફ્ટવેર ઊભા કરીને લોકોને રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કરાવવામાં આવતું હતું. સમગ્ર મામલે SOG પોલીસે 10 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે.

 ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ મામલે SOGએ  19 મોબાઈલ,4 લેપટોપ ,ઇન્વોઇસ ફાઈલ ,23 સીમકાર્ડ ,31 પાસબુક ,87 ચેકબુક ,પ્રિન્ટર સહિત 17.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને કુલ 948 કરોડ થી વધુનો નાણાકીય વ્યવહાર પણ મળી આવ્યો છે.આ સાથે અલગ અલગ બેન્ક માંથી 4.62 કરોડથી વધુ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. 10 આરોપીઓ પૈકી આરોપી નંદલાલ ઉર્ફે નંદા અને વિશાલ ઘેવરિયા સામે અગાઉ ગુન્હા નોંધાઈ ચુક્યા છે. સુરત SOGએ સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 

 

(4:45 PM IST)