News of Monday, 30th June 2025
સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી
કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા

ગુજરાતમાં આજે ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 30 જૂન 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
1 જુલાઈ 2025ના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, મોરબી, કચ્છ, જામનગર, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
2 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, કચ્છ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
3 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
4 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલાસડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, પાટણ, વડોદરા, પંચમહાલ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, કચ્છ, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
5 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
6 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
