તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
રાજ્યના 206 જળાશયોમાં 47.76 ટકા જળસંગ્રહ :13 જળાશયો સંપૂર્ણ છલોછલ: 33 જળાશયોમાં 70 થી 100 ટકા જળસંગ્રહ થયો
36 જળાશયોમાં 50 થી 70 ટકા જળસંગ્રહ :ભારે વરસાદને પગલે 19 જળાશયો હાઈ એલર્ટ પર :13 જળાશયો એલર્ટ, 14 જળાશયો ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં હવે ચોમાસાએ પોતાનું સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 206 જળાશયોમાં 47.76 ટકા જળસંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 48.91 ટકા જળસંગ્રહ છે. 13 જળાશયો સંપૂર્ણ 100 ટકા જળસંગ્રહ, 33 જળાશયોમાં 70 થી 100 ટકા જળસંગ્રહ, 36 જળાશયોમાં 50 થી 70 ટકા જળસંગ્રહ, 58 જળાશયોમાં 25 થી 50 ટકા જળસંગ્રહ, 66 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે. તો બીજી તરફ ભારે વરસાદને પગલે 19 જળાશયો હાઈ એલર્ટ પર છે. 13 જળાશયો એલર્ટ, 14 જળાશયો ચેતવણી આપવામાં આવી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
