તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
અમદાવાદ વૈષ્ણોદેવીની આજુબાજુના વિસ્તારના રહીશોની ચોમાસામાં દયનીય સ્થિતિ : રસ્તા પર ઠેર ઠેર ખાડા અને વરસાદી પાણીનો ભરાવો
શ્રી ગણેશ, ગણેશા હાઇટ, મેગ્નેટ લિજેન્ડ, રોયલ લિવિંગ, મેગ્નેટ લેવિશ, ટ્રાઇડેન્ટ એલેન્જા સહિતની સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા

અમદાવાદના વૈષ્ણોદેવીની આજુબાજુના વિસ્તારના રહીશોની ચોમાસામાં દયનીય સ્થિતિ બની છે. વરસાદ બાદ અમદાવાદના નવા ડેવલપ વિસ્તારની હાલત સુવિધા વિનાની છે. વૈષ્ણોદેવી આજુબાજુના વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા અને વરસાદી પાણીનો ભરાવો થાય છે.
વૈષ્ણોદેવી સર્કલથી ઉમિયાધામ મંદિર રોડની આજુબાજુની સોસાયટીના રહીશો દર વર્ષની આ સમસ્યાથ ત્રાસી ઉઠ્યા છે. લોકો રહેવા આવ્યાના પાંચ વર્ષો વીતી ગયા હોવા છતાં રસ્તાના ઠેકાણા નહીં હોવાની રાવ ઉઠી છે. શ્રી ગણેશ, ગણેશા હાઇટ, મેગ્નેટ લિજેન્ડ, રોયલ લિવિંગ, મેગ્નેટ લેવિશ, ટ્રાઇડેન્ટ એલેન્જા સહિતની સોસાયટીના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. AUDAનો ટેક્સ ચૂકવ્યા હોવા છતાં સુવિધા મળતી ના હોવાનું સામે આવ્યુ છે. સંબંધિત તંત્ર ડેવલપમેન્ટ ચાર્જ લેતા હોવા છતાં સુવિધા નથી આપતું તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
