તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
અમદાવાદના વસ્ત્રાપુરમાં માનસી ચાર રસ્તા પાસે વૈભવ ટાવરમાં તીક્ષ્ણ હથિયાર વડે તબીબ પિતાની હત્યા કરી પુત્ર ફરાર : ચકચાર
આરોપી પુત્ર વરુણ છેલ્લા સાત વર્ષથી અલગ રૂમમાં રહેતો હતો. કોઈ કામધંધો કરતો નહોતો અને રોજ ઘરકંકાસ કરતો હતો. તેને લીધે તેની માતા અને બહેન પણ અલગ રહેવા મજબૂર બન્યા હતા.

અમદાવાદના માનસી ચાર રસ્તા પાસે આવેલા વૈભવ ટાવરમાં તબીબ પિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે આ હત્યા કોઈ અન્યએ નહીં, પણ તેમના જ પુત્રએ કરી છે. હત્યા પછી પુત્ર ફરાર થઈ જતા પરિવાર અને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી ચાર રસ્તા પાસે આવેલું વૈભવ ટાવર... અહીં ડૉક્ટર નરેશભાઈ કીરવાણી પોતાનાં પુત્ર વરુણ ઉર્ફે રોની સાથે રહેતા હતા. રથયાત્રાની રાત્રે જ્યારે નરેશભાઈની પત્ની તેમને ટિફિન આપી ગઈ હતી, ત્યાર બાદ બીજા દિવસે નરેશભાઈ તેમના ઘરે જમવા નહીં આવ્યા અને ફોન પણ રીસીવ ન કરતાં પત્ની ઘેર પહોંચી.જ્યારે દરવાજો ખોલ્યું, ત્યારે અંદર તેમની લોહીલુહાણ લાશ જોવા મળી. પરિવારજનોના કહેવા મુજબ આરોપી પુત્ર વરુણ છેલ્લા સાત વર્ષથી અલગ રૂમમાં રહેતો હતો. કોઈ કામધંધો કરતો નહોતો અને રોજ ઘરકંકાસ કરતો હતો. તેને લીધે તેની માતા અને બહેન પણ અલગ રહેવા મજબૂર બન્યા હતા.”
આરોપી પુત્ર રોજ ઘરમાં ઝથડો કરતો હતો અને કોઈને સાથે રહેવા દેતો ન હતો. તેના લીધે આરોપીની માતા અને બહેન બંને અલગથી વસ્ત્રાપુરમાં રહેતા હતા. આરોપી કામ ધંધો કરતો ન હતો અને કોઈની સાથે બોલતો નહોતો. એકલો જ રહેતો હતો. હાલમાં આરોપીની શોધખોળ ચાલી રહી છે. વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલા વૈભવ ટાવરમાં તબીબ નરેશભાઈ કીરવાણી અને તેમનો પુત્ર ૨૯ વર્ષીય વરુણ ઉર્ફે રોની બન્ને સાથે રહેતા હતા. જ્યારે નરેશભાઈની પત્ની અને પુત્રી બન્ને વસ્ત્રાપુર ખાતે અલગથી રહે છે. રથયાત્રાની રાત્રે શુક્રવારે નરેશભાઈને તેમની પત્ની ટિફિન આપીને વસ્ત્રાપુર જતા રહ્યા હતા.
બીજા દિવસે સવારે નરેશભાઈ વસ્ત્રાપુર ખાતે જમવા માટે આવ્યા નહી અને ફોન પણ રીસીવ કરતા નહતા. જેના પગલે નરેશભાઈની પત્ની વૈભવ ટાવર ખાતે પહોંચીને ઘરનો દરવાજો ખોલ્યો હતો. જ્યાં નરેશભાઈની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી“હત્યા બાદ પુત્ર રોની ફરાર થઈ ગયો છે. મૃતકની પત્નીએ તાત્કાલિક સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પુત્ર વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. એસીપીના જણાવ્યા અનુસાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તેમની પકડ માટે પોલીસના ચક્રો ગતિમાન થયા છે. હાલમાં પોલીસે આરોપીની શોધખોળ વધુ તીવ્ર બનાવી છે જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથધરી છે ટૂંક સમયમાં જ આરોપી પોલીસના હાથમાં હશે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
