તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
દાહોદ અને ભરૂચ બાદ હવે ભાવનગરના સિહોર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આરોપ
શિહોરના થાળા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રજૂઆત :મૃત્યુ પામેલા લોકો અને અન્ય લોકોના ખાતામાં પૈસા જમા થયા :ભ્રષ્ટાચારની તપાસ કરવા લેખિત આવેદનપત્ર

દાહોદ અને ભરૂચ બાદ હવે ભાવનગરના સિહોર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં મનરેગા યોજના મામલે શિહોરના થાળા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. સિહોર તાલુકાના મનરેગાના કામમા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના સિહોરમાં મનરેગા યોજનામાં કરોડોનું ભ્રષ્ટાચાર થયો હોવાનો થાળા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રજૂઆત કરી હતી. સિહોર તાલુકાના મનરેગાના કામમા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. મનરેગા યોજનામાં સ્થાનિકોનું કહેવું છે કે, ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. મૃત્યુ પામેલા લોકો અને અન્ય લોકોના ખાતામાં પૈસા જમા થયા છે. ભ્રષ્ટાચારની તપાસ કરવા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મનરેગામાં કૌભાંડને લઇ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, થાળા ગામમાં મનરેગા યોજનાનું મોટું કૌભાંડ થયું છે. જે લોકો આ યોજનાને લઇ કામ ન કરતા લોકોના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે. અને તે લોકોએ સ્વીકાર્યું છે કે,જે હાજરી પુરતા હતા એને ખાતામાં નાખ્યા છે. અને એવા લોકોએ અધિકારીઓ સાથે સેન્ટલ મેન્ટ કરેલું હતું કે અડધા રૂપિયા અમને દેવાના...અને અડધા રૂપિયા તમારે રાખવાના...આ લોકોએ સરકારી નાંણાનો દૂરઉપયોગ કર્યો છે એટલે આવા અધિકારીઓને પદ ભ્રષ્ટ કરવામાં આવે, VC રાજીનામુ આપે, અને દૂરઉપયોગ કરેલા નાંણા પરત લેવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
