News of Monday, 30th June 2025
દેડિયાપાડા તાલુકાના પોકસો કેસમાં કોર્ટે આરોપી ને 20 વર્ષની સજા અને 7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો
આરોપી ભોગ બનનારનો સ્વીકાર નહીં કરતા અને ગાળો આપી કાઢી મુકતા આ વાત ભોગ બનનારને મરવા માટે મજબુર કરતા ભોગબનનારે જાતે ઝેરી દવા પી જતા મોત થયું હતું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામમાં બનેલી ઘટનામાં કોર્ટે આરોપીને સજા સાથે વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે
આ કેસમાંમાં આરોપી ઈન્દ્રમણી દલસુખભાઈ વસાવા (રહે.સોલીયા, ગાયત્રી મંદીર ફળીયુ તા.દેડીયાપાડા જી. નર્મદા )ને ગુનો બન્યા ના બે વર્ષ પહેલા ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હતો અને જે તે સમયે ભોગબનનારનો ઉંમર ૧૪ વર્ષ ૮ માસ હતી. તે સમયે ઈન્દ્રમણી વસાવાએ ભોગ બનનારને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. પરંતુ ફરિયાદીને લખતા-વાંચતા ન આવડતું હોવાથી અને કાયદાનું જ્ઞાન ન હોવાથી જે તે સમયે ફરીયાદીએ પોલીસ કાર્યવાહી કરી ન હતી. અને તે પછી ગુનો જાહેર થયાના એક વર્ષ પહેલા ભોગ બનનારને ડીલીવરી થતા દિકરીનો જન્મ થયેલ અને તે પછી ભોગ બનનાર ઈન્દ્રમણી વસાવા ના ઘરે જતા તેણે ભોગબનનાર નો સ્વીકાર કર્યો નહીં અને ભોગબનનારને ગાળો બોલી કાઢી મુકતા હતા.બાદ તા. ૧૪/૦૯/૨૦૨૨ ના રોજ ભોગબનનારે જાતે ઝેરી દવા પીતા બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજપીપળા લઈ જતા સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. ઈન્દ્રમણી વસાવા ભોગ બનનાર અને તેની દિકરીનો સ્વીકાર નહીં કરતા અને ગાળો આપી કાઢી મુકતા આ વાત ભોગ બનનારને મરવા માટે મજબુર કરતા ભોગબનનાર જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત થયું હતું.
ત્યારબાદ આ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરા સાહેબની કોર્ટ માં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલએ ફરીયાદી પક્ષે સાહેદો સાયન્ટીફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા ૫૦,૦૦૦ દંડ તથા રૂ. ૭,૦૦,૦૦૦(૭ લાખ) વળતરનો હુકમ કર્યો છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
