<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

નેત્રંગ-અંકલેશ્વરના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી હોબાળો, રસ્તા રોકો આંદોલન

કોંગ્રેસી કાયઁકરોને પોલીસે ડિટેઇન કરતાં હોબાળો, ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા:કામ કરનાર એજન્સી અને કામ આપનાર અધીકારી સામે પોલીસ ફરીયાદની માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે.પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.રસ્તાનું ભારે ધોવાણ થતાં રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાનો માલસામાનનો વપરાયો હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.રસ્તામાં પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહેતા વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી.વાહન ચાલકોની મામુલી ગફલત માં અકસ્માતની ઘટના બને છે. માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારી પાસે સમારકામની કામગીરી કરવાની ફુરસત નથી.તેવા સંજોગોમાં નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસના  કાયઁકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માગઁ-મકાન વિભાગના અધીકારી સામે પોલીસ ફરીયાદની માંગ સાથે આંદોલન કયુઁ હતું.જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ચારેય બાજુ ટ્રાફિકજામ થયો હતો.નેત્રંગ પોલીસે  કોંગ્રેસી કાયઁકરોને ટીંગા ટોળી કરીને ડિટેઇન કરતાં આખરે મામલો શાંત પડ્યો હતો.

(10:06 PM IST)