<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલામાં સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ રખાયો

કોલેજના આચાર્ય પ્રાધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવાનો સંકલ્પ લીધો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે આજે સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો જેવા કે ડ્રગ કોકેન અફીણ વગેરેના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ લાવવાનો હતો.
    આ કાર્યક્રમમાં રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધી દ્વારા કરવામાં આવી, આચાર્ય ગાંધીએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢી માટે નશો કરવો એ સૌથી મોટો ખતરો છે. નશાને કારણે યુવાનોનું આરોગ્ય અને ભવિષ્ય નષ્ટ થઈ જાય છે. મુખ્ય વકતા પી.આઈ ગઢવી દ્વારા નશા વાળા પદાર્થોના પ્રકારો તેમની શારીરિક અને માનસિક અસરો વિશે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કેવી રીતે સોશિયલ મીડિયા દ્વારા નશીલા પદાર્થોના ખરીદ વેચાણનું નેટવર્ક ઊભું થયેલું છે, કેવી રીતે નશો જીવનને અંધકારમય તરફ દોરી જાય છે તે વિશે વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા સમજાવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓ વાંચીને વધુ માહિતી મેળવી શકે. કોલેજના આચાર્ય પ્રાધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો હતો. આચાર્ય દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર માનવામાં આવ્યો તથા આવા જ જાગૃતિમય કાર્યક્રમ ભવિષ્યમાં થતા રહે તેવી આશા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. સમગ્રકાર્યક્રમનુ સંચાલન પ્રાદ્યાપિકા કિંજલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યુ હતુ


 

(10:08 PM IST)