<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

અમદાવાદના સેટેલાઈટના પીજી ફ્લેટમાં 4 યુવક અને મિઝોરમની 1 યુવતી દારૂની મહેફિલ માણતા ઝડપાયા

પોલીસે શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા સંગાથે ટાવરમાં દરોડા પાડ્યા: 2 ખાલી બોટલ, દારૂ પાર્ટીનો સામાન પોલીસે કબ્જે કર્યો

અમદાવાદના સેટેલાઈટના PG ફ્લેટમાં 4 યુવક અને મિઝોરમની 1 યુવતી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સેટેલાઈટ વિસ્તારમાં  PG ફ્લેટમાં દારૂની મહેફીલ ઝડપાઈ હતી. પોલીસે શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા સંગાથે ટાવરમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો અને 1 યુવતી ઝડપાયા હતા.

પોશ વિસ્તારમાં PG ફ્લેટમાંથી વિદેશી દારૂની પાર્ટી ઝડપાઈ હતી. દરોડા દરમિયાન 2 ખાલી બોટલ, દારૂ પાર્ટીનો સામાન પોલીસે કબ્જે કર્યો છે.  PG અને ભાડાના ફ્લેટોમાં ચાલી રહેલા દારૂની મહેફિલ મામલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. 

(10:24 PM IST)