તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ગુજરાત યુનિવર્સિટીમાં MSWનો કોર્સ બંધ થતા ABVPનું વિરોધ પ્રદર્શન
પોલીસે કાર્યકરોની કરી અટકાયત :એબીવીપી દ્વારા રામધૂન બોલાવવામાં આવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તેઓ કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા

અમદાવાદ,તા.૩૦
ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનમાં MSWનો કોર્સ ચાલતો હતો. એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્કનો કોર્સ ચાલતો હતો. જોકે આ કોર્સને બંધ કરી દેવામાં આવ્યો જેને લઈને આજે એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એબીવીપી દ્વારા કુલપતિની ચેમ્બરમાં બેસીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. એબીવીપી દ્વારા રામધૂન બોલાવવામાં આવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તેઓ કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનમાં MSWનો કોર્સ ચાલતો હતો. એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્કનો કોર્સ ચાલતો હતો. જોકે આ કોર્સને બંધ કરી દેવામાં આવ્યો જેને લઈને આજે એબીવીપી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપી દ્વારા કુલપતિની ચેમ્બરમાં બેસીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. એબીવીપી દ્વારા રામધૂન બોલાવવામાં આવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તેઓ કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા.
આ મુદ્દે એબીવીપીના કાર્યકરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ એબીવીપીના કાર્યકર્તાઓએ કુલપતિની ચેમ્બરમાં જ નારાઓ લગાવીને રામધૂન બોલાવી હતી. આ દરમિયાન વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ ત્યાં પહોંચ્યા બાદ તેમણે નીચે બેસીને ટીંગાટોળી કરતા કાર્યકરોની અટકાયત કરી હતી.
સમગ્ર મામલે વાઈસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તાનું કહેવું છે કે આ કોર્સ લીગલ પ્રક્રિયાને કારણે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ આ કોર્સની સામે અમે બીજા ડિપાર્ટમેન્ટમાં ૬૦ બેઠકોમાં જ આ કોર્સ શરૃ કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે જે પરિપત્ર અમને મળ્યો હતો તેમાં પણ ગેરરીતિનો ઉલ્લેખ હતો. જેના કારણે આ કોર્સને લઈને મહત્વના પગલાઓ લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યા ભવનમાં આ કોર્સ ચાલતો હતો. જેને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરો દ્વારા કુલપતિની ચેમ્બરમાં જ નારાઓ લગાવવાની રામધૂન બોલાવવામાં આવી હતી. જેને લઈને પોલીસ ત્યાં પહોંચી અને એબીવીપીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
