તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ગુજરાતમાં આગામી ૬ દિવસ અતિભારે વરસાદની આગાહી
૭ જિલ્લામાં રેડ ઍલર્ટઃકચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લામા રેડ ઍલર્ટ જાહેર કર્યું છે

અમદાવાદ,તા.૩૦
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૬ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (૩૦ જૂન) ૨૯ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છેે સાંજે ૭ વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લામા રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
૬ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (૧ જુલાઈ) ૧૫ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૃચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
૨ જુલાઈની આગાહી
૨ જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
૩ જુલાઈની આગાહી
૩ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ વરસાદનું જોર દેખાશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.૪થી ૬ જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી ૪થી ૬ જુલાઈ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
