તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
પાનમ, મોરવા હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ
નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયાઃપાનમ ડેમનો એક ગેટ ખોલી ૩૭૪૭ ક્યુસેક પાણી છોડાયું છે હડફ ડેમમાંથી ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાયું છે

પંચમહાલ,તા.૩૦
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને તેને લઈ રાજ્યના જળાશયોમાં પાણીની પણ પુષ્કળ આવક થઈ છે. પંચમહાલના પાનમ, મોરવા હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. રુલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમનો એક ગેટ ખોલી ૩૭૪૭ ક્યુસેક પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. નદી કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરાયા છે.
પાનમ ડેમ અને હડફ ડેમના ઉપરવાસ માંથી પાણીની હાલ આવક હોવાથી તબક્કા વાર જળાશયમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે.પાનમ નદી અને હડફ નદીમાં જળાશયમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને તેને પગલે પાનમ ડેમમાં સતત પાણીની આવક ચાલું રહી છે.
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પંચમહાલના પાનમ ડેમ અને મોરવા હડફ ડેમમાં પાણીની આવક થઈ હતી. પાનમ ડેમનો એક ગેટ ખોલી ૩૭૪૭ ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે હડફ ડેમમાંથી ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
