તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
દેડિયાપાડાના ગુલ્દાચામ ની પ્રા.શાળામાં બીએલઓના રૂમના નળિયા તૂટેલા હોવાથી રૂમોમાં પાણી
બંને રૂમની ગ્રાન્ટ એક વર્ષથી આવેલી છે ઓરડા મંજૂર પણ થયા છે પરંતુ તંત્ર મંજૂરી આપે તો કામ થાય: ધોરણ ૧ થી ૫ની આ સ્કૂલમાં ૩૯ વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ફક્ત બે જ શિક્ષકો ફરજ બજાવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં આવેલી સરકારી શાળાઓની ઘણી કફોડી હાલત છે અને આ શાળાઓમાં શિક્ષકોની પણ અછત છે માટે ગ્રામ્ય વિસ્તારના બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી જેના કારણે બાળકોનો વિકાસ અટકે છે. હાલમાં જોવા મળ્યું કે દેડિયાપાડા તાલુકાના ગુલ્દાચામ ગામમાં આવેલી પ્રાથમિક શાળા માં બે નળિયા વાળા રૂમો જે બીએલઓ માટે ફળવાયેલા છે પરંતુ નળિયા તૂટેલા હોવાથી રૂમો માં વરસાદી પાણી ભરાઈ છે
મળતી માહિતી મુજબ ગુલ્દાચામ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ ચાલુ છે જેમાં કુલ ૩૯ બાળકો અભ્યાસ કરતા હોય ત્યાં ફક્ત બે શિક્ષકોથી ગાડું ગબડે છે આ બે શિક્ષકોના માથે બાળકોના અભ્યાસની સાથે સાથે વહીવટી કામગીરી અને અન્ય સરકારી કામગીરી પણ હોવાથી સ્વાભાવિક છે કે ત્યાં ભણતાં ૩૯ બાળકોને કેવું શિક્ષણ મળતું હશે.? ખાસ કરીને આ શાળામાં આવેલા બીએલઓ માટે ના બે રૂમોના છત પરથી નળિયા તૂટેલા હોવાથી વરસાદ નું પાણી રૂમો માં ભરાઈ જાય છે.
ત્યારે આ બાબતે આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ બીએલઓ માટે ના નવા રૂમો બનાવવા એક વર્ષથી ગ્રાન્ટ આવી ગઈ છે અને બે ઓરડા મંજૂર થયા છે પરંતુ તંત્રના અધિકારી ઓર્ડર આપે ત્યારબાદ શાળા સંચાલકો જૂના ઓરડા તોડી નવી કામગીરી કરાવી શકે.
આમ નર્મદા જિલ્લામાં અનેક સરકારી શાળાઓ ની જર્જરિત હાલત અને શિક્ષકોની અછત ના કારણે બાળકો નું ભવિષ્ય ડામાડોળ જણાય છે.

(10:48 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 