તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
માય રેશનકાર્ડ એપમાં કેવાયસી ના થાય તો કચેરીમાં મેન્યુઅલી કેવાયસી કરવું જોઈએ.
રાજપીપળામાં રેશનકાર્ડમાં બાળકોના કેવાયસી નહીં થતા કાર્ડમાં નામ રદ કરવાનું કહેતા હોવાની બુમ: જેના નામના કેવાયસી નહીં થાય તેમના નામનું અનાજ નહીં મળે ની વાતે પણ લોકો માં નારાજગી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં રેશનકાર્ડ ધારકો ફરી મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે પહેલા કેવાયસી માટે મોટી લાઈનોમાં કલાકો ઊભા રહ્યા બાદ હવે કેટલાક કાર્ડ ધારકોના બાળકોના કેવાયસી નહીં થતા કાર્ડમાંથી એ બાળકનું નામ કમી કરવાનું જણાવવા આવે છે તેમ કેટલાક વાલીઓની ફરિયાદ ઉઠી છે,વાલીઓ ના જણાવ્યા મુજબ બાળકોના નામ ના કેવાયસીમાં સમસ્યા થતી હોય તો એ સિસ્ટમની ખામી કહેવાય તેમાં બાળકો નું નામ કાઢવાનું શું કામ છે, ઑનલાઇન કેવાયસી ના થાય એ બાળક કે મોટા નું મેન્યુઅલી કેવાયસી કરવું જોઈએ. કેવાયસી ના અભાવે જે તે કાર્ડ ધરાવનાર પોતાના ભાગ નું અનાજ કેમ જવા દે..?
સરકાર સમયાંતરે દરેક બાબતમાં નવા નવા કાયદા લાગુ કરે છે પરંતુ તેની આ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ જરૂર જણાય છે જેના કારણે આમ જનતા હેરાન થાય છે અને પોતાનો નોકરી કે ધંધાનો સમય વેડફી જે તે કચેરીઓમાં ધક્કા ખાતા આર્થિક નુકશાન પણ થાય તો આ કારમી મોંઘવારીમાં આર્થિક નુકશાન વેઠવું મધ્યમ ગરીબ પરિવારો માટે અઘરું છે માટે રેશનકાર્ડ, રાંધણ ગેસ સહિત ની બાબતે સરકાર પહેલા પોતાની સિસ્ટમ સુધારે ત્યારબાદ લોકો પાસે કાયદાનો અમલ કરાવે.
આ મુદ્દે અમે નાંદોદ પુરવઠા કચેરીના નાયબ મામલતદાર રુદ્રદત્તસિહ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પાંચ વર્ષના બાળકો હોય તેનું અનાજ તો નીકળે જ છે તેવો ઉપર થી હુકમ છે એમાં નામ કમી કરવું કે કાર્ડ રદ થાય એવું કઈ નથી. મોટા લોકોના કેવાયસી માં પણ જો અંગૂઠા નહીં આવે તો તેઓ આધારકાર્ડ અપડેટ કરાવે તો તેમનું પણ કેવાયસી થાય છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
