તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
જુલાઈમાં ગુજરાતમાં કુલ 6 દિવસ બેંકો રહેશે બંધ : જાણો બેંકોનું હોલિડે લિસ્ટ
બેંક શાખાઓ રજાના દિવસે બંધ હોય તે છતાં, ગ્રાહકો માટે મોટાભાગની સેવાઓ ઉપલબ્ધ રહે છે

અમદાવાદ :જુલાઈ 2025 માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ હોલિડે લિસ્ટ મુજબ, સમગ્ર દેશમાં બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે. આમાં 7 તહેવારના દિવસો અને 6 વીકેન્ડ (શનિવાર-રવિવાર)નો સમાવેશ થાય છે.
તેમજ ગુજરાતની વાત કરીએ તો, અહીં જુલાઈ મહિનામાં માત્ર શનિવાર અને રવિવારના રૂપમાં નિયમિત રજાઓ રહેશે. એટલે કે, રાજ્યમાં તહેવારને કારણે કોઈ વધારાની રજા નથી, અને બેંકો કુલ 6 દિવસ માટે બંધ રહેશે.
જો તમે જુલાઈમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામની યોજના બનાવી રહ્યા હોવ, તો સમયસર તમારા કામને પૂર્ણ કરો અને નીચે આપેલ RBI હોલિડે લિસ્ટ પ્રમાણે રજાઓની જાણકારી રાખો.
તારીખદિવસકારણ06 જુલાઈ 2025રવિવારસાપ્તાહિક રજા12 જુલાઈ 2025શનિવારબીજો શનિવાર13 જુલાઈ 2025રવિવારસાપ્તાહિક રજા20 જુલાઈ 2025રવિવારસાપ્તાહિક રજા26 જુલાઈ 2025શનિવારચોથો શનિવાર27 જુલાઈ 2025રવિવારસાપ્તાહિક રજા
બેંક રજાઓ તમામ રાજ્યોમાં એકસરખી હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમો મુજબ, દરેક રાજ્યમાં સ્થાનિક તહેવારો અને પરિસ્થિતિઓને આધારે બેંક રજાઓ નક્કી કરવામાં આવે છે. તેથી એવી સંભાવના રહે છે કે એક રાજ્યમાં જે દિવસે બેંક બંધ હોય તે દિવસે બીજાં રાજ્યમાં બેંકો સામાન્ય રીતે કાર્યરત હોય. તમારા શહેરમાં ક્યારે બેંક બંધ રહેશે તેની ચોક્કસ જાણકારી માટે RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા સલાહ આપવામાં આવે છે.
બેંક શાખાઓ રજાના દિવસે બંધ હોય તે છતાં, ગ્રાહકો માટે મોટાભાગની સેવાઓ ઉપલબ્ધ રહે છે. મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગની મદદથી તમે 24x7 ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, ખાતાનું બેલેન્સ ચેક કરવું કે ઓનલાઈન શોપિંગ માટે પેમેન્ટ જેવા કામો સરળતાથી કરી શકો છો. એટલે કે, બેંકની રજા હોવા છતાં તમારું નાણાકીય વ્યવહાર અટકવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
