તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 1st July 2025
ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા ૪ મિત્રોના કમકમાટી ભર્યા મોત
યુપીના મુઝફ્ફરનગરમાં બ્રિજ પરથી કાર નીચે પટકાઈ

મુઝફ્ફરનગર,તા.૧: ગાંધીનગરના સરગાસણ અને તારાપુરના મિત્રોને ભયંકર અકસ્માત નડ્યો છે. મિત્રો ફરવા માટે ગયા હતા જ્યાં તેમનો અકસ્માત થયો છે. આ અકસ્માત ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર પાસે થયો છે. જેમાં બ્રિજ પરથી નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતનો ભોગ બનનારા યુવકો ઈનોવા કારમાં હતા અને રેલિંગ તોડીને તેમની કાર બ્રિજ પરથી ૨૦ ફૂટ નીચે ખાબકી જેના કારણે કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો અને આ અકસ્માતમાં કુલ ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરના આ યુવકો કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા તે સમયે તેમને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવકો ગાંધીનગરના સરગાસણ અને તારાપુરના રહેવાસી હતા. ઉત્તર-દેશના મુઝફ્ફરનગર પાસે તેમની કારે નિયંત્રણ ગુમાવ્યું અને કાર બ્રિજની નીચે ખાબકી જેના કારણે કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.
અકસ્માત સમયે કાર બ્રિજની રેલિંગ તોડીને ૨૦ ફૂટ ઊંડે ખાબકી હતી. કુલ ૪ મિત્રોના આ અકસ્માતમાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક યુવક પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તમામ યુવકોના પરિવારને જાણ કરી દેવામાં આવી છે અને તેમના પરિવાર હાલ ઉત્તરપ્રદેશ જવા રવાના થયા છે.
ઉલ્લેખનીય છે કે મળતક યુવકો ગાંધીનગરના સરગાસણ અને તારાપુરના વતની હતા. આ યુવકો કેદારનાથ દર્શન કરવા માટે જતા હતા તે સમયે તેમને અકસ્માત નડ્યો હતો. કુલ ૫ યુવકો કારમાં સવાર હતા. તેઓની કાર બ્રિજ પરથી રેલિંગ તોડીને નીચે ૨૦ ફૂટ નીચે પટકાઈ હતી. જેના કારણે ૪ લોકોના આ અકસ્માતમાં મોત નીપજ્યા છે જ્યારે ૧ યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.(૪૦.૨)
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
