News of Tuesday, 1st July 2025
ગાંધીનગરના દહેગામના ઝંક ગામની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર : 200 બાળકોની તબિયત બગડી ગઈ
તમામ બાળકોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા : વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવોની ફરિયાદ

ગાંધીનગરઃ ગાંધીનગરના દહેગામના ઝાંક ગામની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઇ છે. જમ્યા બાદ 200 જેટલા બાળકની તબિયત લથડી હતી, બાળકોની તબિયત લથડતા તમામ બાળકોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા છે અને હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે.આગામી 24 કલાક સુધી બાળકોનો હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રખાયા છે , જમ્યા બાદ બાળકોની તબિયત બગડી હતી અને વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવોની ફરિયાદ છે. કલેકટર મેહુલ દવેએ દાખલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી . બાળકોની સારવાર અંગે કલેક્ટરે માહિતી મેળવી હતી
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
