તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
દિયોદર એડી. સેશન્સ કોર્ટે ૩૬ આરોપીઓને એકસાથે આજીવન કેદની સજા ફટકારી
બનાસકાંઠામાં ૨૦૦૨માં જમીન મામલે થયેલા ધીંગાણામાં ૨ લોકોના મોત નીપજ્યા હતા

બનાસકાંઠા, તા.૧: જિલ્લામાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ડીસા ધાણા જમીનમામલે ધીંગાણામાં ૩૬ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
વર્ષ ૨૦૦૨ના આ કેસમાં હતો જેમાં ખેતીની જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેના કારણે આ ઘટનામાં ૨ લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર મામલે હાલ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં કોર્ટે બંને પક્ષના ૩૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
જમીન વિવાદને લઈને ૨૩ વર્ષ અગાઉ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ૨ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને તે સમયે આ કેસ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ મારામારીમાં બંને પક્ષમાંથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેને લઈને કોર્ટ દ્વારા કુલ ૩૬ આરોપીઓને દોષિત જાહેર કરી તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાનએક પક્ષના ૨૩ જ્યારે બીજા પક્ષના ૧૭ આરોપીઓમાંથી ૪ આરોપીઓના કેસ દરમિયાન જ મોત થયા હતા. હાલ ૩૬ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારીને મહત્વનો નિર્ણય આપ્યો છે. જેથી ૩૬ આરોપીઓને એકસાથે આજીવન કેદની સજા મળવાનો આ મુદ્દે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. આ ઘટનામાં ૨૩ વર્ષ અગાઉ આગથાળા પોલીસ મથકે સામ સામે બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને હાલ કોર્ટ દ્વારા ૩૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
