<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

દાહોદના દેવગઢ બારિયા પાસે પાનમ નદી પરનો પુલ ધોવાયો

પુલ પર મોટા ખાડા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો: ભારે વરસાદ વરસતા રસ્તાની હાલત બિસ્માર બનતા અકસ્માતનો ભય

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દાહોદના દેવગઢ બારિયા પાસેનો પુલ ધોવાયો હોવાની ઘટના પણ સામે આવી છે. પાનમ નદી પરનો પુલ વરસાદી પાણીમાં ધોવાયો છે. પુલ પર મોટા ખાડા પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ વરસતા રસ્તાની હાલત બિસ્માર બનતા અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિકોએ તાત્કાલિક પુલના સમારકામની માગ કરી છે. સમારકામ નહીં થાય તો ભવિષ્યમાં દુર્ઘટના સર્જાઈ શકે છે.  

(1:02 PM IST)