તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 1st July 2025
રાજ્યમાં જુલાઈ માસમાં વરસાદનું જોર વધશે :ગુરુવારથી કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબકશે : અંબાલાલ પટેલની આગાહી
કેટલીક મોટી નદીઓમાં પૂરનો પ્રકોપ જોવા મળશે : કેટલાક ઠેકાણે ભારે પવન સાથે વરસાદની શક્યતા

અમદાવાદ :હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં જુલાઈ માસમાં વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે 3 થી 7 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે જ કેટલાક ઠેકાણે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
અંબલાલા પટેલની આગાહી અનુસાર 7 થી 10 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલનું અનુમાન છે કે ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધશે. કેટલીક મોટી નદીઓમાં પૂરનો પ્રકોપ જોવા મળશે. જ્યારે નર્મદા નદી બેકાંઠે થશે અને મહીસાગર નદીમાં પૂરના પાણી જોવા મળશે. આ સાથે જ દાવો છે કે, સાબરમતી, તાપી, કાવેરીનું જળસ્તર વધી શકે છે
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
