<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

કાલે આર.જી. ગોહિલ ચૂંટણી પંચના સચિવ તરીકે કાર્યભાર સંભાળશે

ગિર સોમનાથ અને આણંદ કલેકટર તરીકે યાદગાર કામગીરી

રાજકોટ, તા. ૧: ગુજરાત સરકારે રાજય ચૂંટણી પંચના સચિવ તરીકે શ્રી રાજદેવસિંહ જી. ગોહિલની નિમણૂક કરતા તેઅો સંભવત આવતીકાલે ગાંધીનગરમાં કાર્યભાર સંભાળશે. 
શ્રી આર.જી. ગોહિલ ર૦૦૭ ની બેચના આઇ.ઍ. ઍસ. કેડરના નિવૃત્ત અધિકારી છે. ભૂતકાળમાં નવસારી અને મહીસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી આણંદ અને ગિર સોમનાથમાં જિલ્લા કલેકટર, ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. નજીકના ભવિષ્યમાં તાલુકા-જિલ્લા પંચાયતનો અને મ્યુ. કોર્પોરેશનોની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે આ નિમણુંક મહત્વપૂર્ણ ગણાય છે. શ્રી ગોહિલ પર અભિનંદન વર્ષા (મો. ૯૮૭૯પ ૧૮૧૬૯) થઇ રહી છે. 

 

(4:16 PM IST)