તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
સોસાયટી માટે નેનો યુરીયા લેવાનું ફરજીયાત નથી : દિલીપ સંઘાણી

ઈફકોના ચેરમેન અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ આજે બપોરે અકિલાને જણાવ્યુ હતું કે, કોઈપણ સોસાયટી માટે નેનો યુરીયા લેવાનું ફરજીયાત નથી. જેમને જોઈતુ હોય તે લઈ શકે છે. દિલીપભાઈએ કહેલ કે મારી પાસે આવી ફરીયાદો આવતા તત્કાલ આ સ્પષ્ટતા કરી છે. તેમણે કહેલ કે જો કોઈ આવી ફરજીયાત આપવાની માગણી કરતુ હોય તો તરત જ ઈફકોના ગુજરાતના હેડ શ્રી ગજેરા અથવા મારી ઓફીસે જાણ કરવી. તેમણે ફરી કહ્યુ હતું કે કોઈપણ સોસાયટી માટે નેનો યુરીયા લેવાનું ફરજીયાત નથી. દિલીપભાઈ હાલમાં લંડન છે અને તેઓ માનચેસ્ટર ખાતે વર્લ્ડ કોન્ફરન્સમાં ભાગ લેવા આજે જઈ રહ્યા છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
