તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
અમિતભાઈ શાહે પ્રથમ સ્વદેશી આલ્કલાઈન ઈલેક્ટ્રોલાઈઝર સિસ્ટમ્સનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદઃ પાણી (H2O) ના બન્ને તત્વોને છુટ્ટા પાડી ગ્રીન હાઈડ્રોજન ફયુલ તૈયાર કરે છે, ભારતમાં જ બનેલી આ સિસ્ટર્મંકેન્દ્રીય મંત્રીશ્રીની સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જીના અત્યાધુનિક ઉત્પાદન એકમની મુલાકાતથી ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ મળશે. ગળહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જી દ્વારા ભારતીય જ્ઞાન અને કૌશલ્યથી વિકસાવવામાં આવેલી, પ્રથમ સ્વદેશી આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન માટેની અદ્યતન પ્રોડક્શન ફેસિલિટીની મુલાકાત લીધી હતી.ભારતમાં જ બનેલી આ સિસ્ટમ પાણી (H2O) ના બન્ને તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજનને છુટ્ટા પાડી ગ્રીન હાઈડ્રોજન ફયુલ તૈયાર કરે છે. AE સિસ્ટમ, ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા, પાણીને વિભાજિત કરીને ગ્રીન હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કરવા માટેની એક અત્યંત મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. ઔદ્યોગિક સ્તરે હાઇડ્રોજન ઉત્પાદન માટેની આ સૌથી જૂની અને સુસ્થાપિત પદ્ધતિઓમાંની એક છે.કેન્દ્રીય ગળહમંત્રીશ્રીની આ કંપનીની મુલાકાત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતળત્વ હેઠળ ભારતને ક્લીન એનર્જી ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના દ્રઢ સંકલ્પને બળ આપશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
