News of Tuesday, 1st July 2025
ટોરેન્ટ ફાર્મા કે.કે.આર. પાસેથી જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો હસ્તગત કરશે

અમદાવાદઃ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (જે.બી. ફાર્મા)માં નિયંત્રણાત્મક હિસ્સો ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા ૨૫,૬૮૯ કરોડના કરાર કર્યા છે.
જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. આ કરાર ટોરેન્ટની ભવિષ્ય માટે તૈયાર, વૈવિધ્યસભર હેલ્થકેર પ્લેટફોર્મ બનાવવાની મહત્વાકાંક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ઊભરતી આંતરરાષ્ટ્રીય સી.ડી.એમ.ઓ. ક્ષમતાઓ સાથે ઊંડા ક્રોનિક સેગમેન્ટ વારસાને જોડે છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
