<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ગોપાલ ઈટાલીયા સામેની બદનક્ષીની નોટીસનો આમ આદમી પાર્ટીની લીગલ ટીમ જવાબ આપશે

પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ નોટિસ અંગે અમારી લીગલ ટીમ તે અંગે તપાસ કરશે. એકવાર નોટિસ મળ્યા બાદ શું કારણ છે, શું તથ્ય છે, તે અંગે જોઇશું

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ, કોંગ્રેસના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફટકારેલી બદનક્ષીની નોટિસ અંગે જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીની લિગલ ટીમ તેનો જવાબ પાઠવશે. ગઢવીએ કહ્યું કે, અમને લીગલ નોટિસની જાણ થઈ છે. ભૂતપૂર્વ ધારાસભ્યોએ માનહાનિનો દાવો કર્યો છે. નોટિસ અંગે અમારી લીગલ ટીમ તે અંગે તપાસ કરશે. એકવાર નોટિસ મળ્યા બાદ શું કારણ છે, શું તથ્ય છે, તે અંગે જોઇશું. નોટિસમાં શું શું ઉલ્લેખ કરાયો છે તે અંગે ચકાસણી કરાશે. કયા આધારે …કયા દાવા સાથે નોટિસ અપાઈ છે, તેની તપાસ થશે અને લીગલ ટીમ તેમને લીગલ જવાબ આપશે.

 

(7:16 PM IST)