તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 1st July 2025
થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય : અણદા પટેલને માત્ર બે બેઠકો મળી
ભાજપ તરફથી મેન્ડેડ ના મળતા, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન આણદા પટેલ નવી પેનલ બનાવી ચૂંટણી લડ્યા હતા.

બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગમાંથી ચારમાંંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી છે. જ્યારે ખેેડૂત વિભાગમાંથી દસમાંથી નવ બેઠક ભાજપ પ્રેરિત પેનલને મળી હતી. થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેનને બંન્ને વિભાગોમાંથી કુલ 2 જ બેઠકો મળી છે. થરા યાર્ડની કુલ 14 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. ભાજપ તરફથી મેન્ડેડ ના મળતા, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન આણદા પટેલ નવી પેનલ બનાવી ચૂંટણી લડ્યા હતા.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
