<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

બનાસ ડેરી બાદ હવે સાબરડેરીએ પશુદાણમાં ભાવમાં કર્યો ઘટાડો

65 કિલોગ્રામ પશુદાણની બેગ પાછળ 50 રૂપિયાનો ઘટાડો : સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને દૈનિક 8 લાખ રૂપિયાની બચત થશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજીત 3 લાખ જેટલા પશુપાલકો માટે સાબર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરી દ્વારા પશુદાણમાં ભાવ ઘટાડો કરાયો છે. 65 કિલોગ્રામ પશુદાણની બેગ પાછળ 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 50 રૂપિયા ભાવ ધટાડો કરતા, સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને દૈનિક 8 લાખ રૂપિયાની બચત થશે. અગાઉ 65 કિલોગ્રામ બેગનો ભાવ 1600 રૂપિયા હતો. આવતી કાલથી નવો ભાવ અમલમાં આવશે. 1550 રૂપિયાના ભાવે આવતી કાલથી પશુપાલકોને પશુદાણ વેચાણ કરાશે.

 

(7:20 PM IST)