<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વિસાવદર પેટાચૂંટણીમાં જનતાએ ભાજપને મોટો સંદેશ આપ્યો : ગુજરાતમાં લોકો એક થાય તો તો સતા પરિવર્ત્તતન શક્ય : ગોપાલ રાયના આકરા પ્રહાર

કાલથી ગુજરાત જોડો સભ્યપદ અભિયાન : આમ આદમી પાર્ટીના કાર્યકરો આ અભિયાન સાથે રાજ્યભરમાં જશે અને સમગ્ર જનતાને જોડીને 2027 માં પરિવર્તનની તૈયારી કરશે

અમદાવાદ :આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ચૂંટણી પ્રભારી ગોપાલ રાય ભાજપને સત્તા પરથી દૂર કરવાના પ્રયાસમાં નવી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે, 2 જુલાઈએ રાજ્યભરમાં 'ગુજરાત જોડો સભ્યપદ' અભિયાન ચલાવવામાં આવશે. 

ગોપાલ રાયે ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "ભાજપ લાંબા સમયથી સમગ્ર ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચાર સાથે શાસન કરી રહ્યું છે. આનાથી લોકોમાં બેચેની ફેલાઈ છે, પરંતુ ડરને કારણે લોકો વિચારે છે કે પરિવર્તન કેવી રીતે આવશે?"

ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર ગોપાલ રાયે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વિસાવદર પેટાચૂંટણીમાં જનતાએ ભાજપને મોટો સંદેશ આપ્યો છે. પેટાચૂંટણી એક વિધાનસભામાં યોજાઈ હતી, પરંતુ વિસાવદરમાં દરેક સમુદાયના લોકોએ એક થઈને માત્ર ભાજપના ઉમેદવારને જ નહીં પરંતુ સમગ્ર સરકાર અને ભાજપ સંગઠનને સંદેશ આપ્યો કે જો ઈચ્છો તો પરિવર્તન આવી શકે છે. 

ગોપાલ રાયએ વધુમાં જણાવ્યું હતું કે, "વિસાવદરના 294 બૂથના લોકોએ માત્ર ભાજપના ઉમેદવારને જ નહીં, પરંતુ સમગ્ર સરકાર, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ, બધા ધારાસભ્યો-સાંસદો અને અધિકારીઓને આ સંદેશ આપ્યો કે પૈસા કે દારૂ વહેંચવામાં કોઈ ફાયદો નથી. જો લોકો એક થાય, તો ભય અને ભ્રષ્ટાચારના શાસનને બદલી શકાય છે."

2 જુલાઈથી શરૂ થનારા અભિયાન વિશે માહિતી આપતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટી આ સંદેશને સમગ્ર ગુજરાતમાં લઈ જવાની તૈયારી કરી રહી છે. 2 જુલાઈના રોજ રાજ્યના તમામ પાર્ટીના પદાધિકારીઓ અમદાવાદ આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બધાને સંબોધિત કરશે.

AAPના ગુજરાત પ્રભારીએ જણાવ્યું હતું કે, "મીટિંગમાં, અમે 'ગુજરાત જોડો સભ્યપદ અભિયાન' શરૂ કરવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના કાર્યકરો આ અભિયાન સાથે રાજ્યભરમાં જશે અને સમગ્ર જનતાને જોડીને 2027 માં પરિવર્તનની તૈયારી કરશે."

 

 

(7:59 PM IST)