તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
કેવડિયા ગવર્મેન્ટ હાઇસ્કુલનું બાંધકામ ચાલુ કરવા એબીવીપીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદએ કેવડિયા ગવર્મેન્ટ હાઇસ્કુલનું બિલ્ડિંગનું બાંધકામ ચાલુ કરવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે
રજૂઆતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નર્મદાએ જણાવ્યું કે જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા અત્યંત ખરાબ સ્થિતિ માં છે શાળાની ઇમારત સમય અંતર 2017 માં તોડી નાખવામાં આવી હતી. પરંતુ હજુ સુધી નવી ઇમારતનું બાંધકામ માટે કોઈ નિર્ણય લેવાયો નથી. હાલમાં શાળાનું શૈક્ષણિક કાર્ય ભાડાની ઇમારતમાં અથવા અસ્વીકાર્ય માળખામાં ચાલે છે તેના કારણથી વિદ્યાર્થીઓને માળખાકીય સુવિધાઓ અને વર્ગખંડની અછત અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણના અભાવના કારણે શૈક્ષણિક કામગીરી અસરગ્રસ્ત થઈ રહી છે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સરકારનું અને આપનું ધ્યાન આ દિશામાં દોરવા માંગે છે અને વિનંતી કરીએ છીએ કે બિલ્ડીંગ ના બાંધકામની કામગીરી ઝડપી ગતિએ શરુ કરવામાં આવે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નીચે મુજબનું માંગો કરે છે.
1. કેવડિયા કોલોની સરકારી માધ્યમિક શાળાની નવી બિલ્ડિંગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવે.
2. યોગ્ય જગ્યાનું સર્વે કરીને આધુનિક સુવિધાઓવાળી શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવે.
૩. વિદ્યાર્થીઓના હકના શિક્ષણ માટે પૂરતી ખૂણાકીય અને શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવે
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
