News of Tuesday, 1st July 2025
રાજપીપળા DGVCL ડિવિઝન હેઠળ ચાલતા ફેબ્રિકેશનના કામ બાબતે કોન્ટ્રાકટરએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
રાજપીપલા ડિવિઝનના કાર્યપાલ ઈજનેરે કડોદરા ડિવિઝનમાં કોભાંડ કરતા એમની ટ્રાન્સફર કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રજૂઆત: શરૂઆતમાં બિલો પાસ કરવા માટે બિલોના 10 ટકા વહીવટની માંગણી કરી હતી, એ વહીવટો ન કર્યા એટલે કાર્યપાલક ઇજનેરે અમારી પર ખોટા આક્ષેપો કર્યા: કોન્ટ્રાકટરે કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને અમારે 50 લાખનું મટીરિયલ તેમની પાસે લેવાનું થાય છે : કાર્યપાલ ઈજનેર બી.બી.પટેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા વીજ કંપનીમાં ચાલતા ફેબ્રિકેશનના કામ માં કોન્ટ્રાકટરએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે જેમાં ઘણા આક્ષેપો લગાવ્યા છે
જે.ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધર્મેશભાઈ પટેલએ સુરત વીજ કંપનીની વડી કચેરીમાં એમડીને કરેલી રજૂઆત કરતા જણાવ્યા મુજબ આપને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવેલ છે અને ભરૂચ સર્કલ ઓફિસને પણ રજૂઆત કરવામાં આવેલ છે, છતાં ફેબ્રિકેશનનો પ્રશ્ન ચાલી રહ્યો છે તેનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, મારા ફેબ્રિકેશનના વર્ક ઓર્ડર પ્રમાણે રાજપીપલા ડિવિઝનના સ્ટોરમાં ફેબ્રિકેશનનું જોબ વર્ક કરવાનું હોય છે, મારા લેબર સવારે 9 થી 5 સુધી જ વર્ક કરે છે, જે DGVCL DIVISION ની અંદર અને સ્ટોર સુપરવાઇઝર ની સામે કામ કરતા હોય છે, અને 24 કલાક સિક્યુરિટી પણ હાજર હોય છે અને કુલ મટીરીયલનું એકાઉન્ટિંગ સ્ટોરના ઇન્ચાર્જ અરવિંદભાઈ વસાવા, કિશોરભાઈ અને જીગ્નેશભાઈ કરતા હોય છે, અને નાયબ ઇજનેર સ્ટોર DE કરતા હોય છે, આમાં અમારી કોઈ જવાબદારી આવતી નથી અમને જે ફેબ્રિકેશન માટે રો મટીરીયલ આપવામાં આવે છે તેમાંથી અમે બધું જોબ વર્ક કરીને મટીરીયલ આપી દઈએ છીએ એ મટીરીયલ કોને ઇસ્યુ કરે એ અમારો પ્રશ્ન નથી, અમારા લેબર રજાના દિવસે ક્યારે પણ કામ કરવા આવતા નથી અને 24 કલાક કેમેરા પણ ચાલતા હોય છે. રાજપીપલા ડિવિઝનના કાર્યપાલક ઈજનેર દ્વારા અમારી પર જે મટીરીયલ નો ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે તે ખરેખર અમુક કર્મચારીઓને બચાવવા માટે અમારી પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આગળના એકાઉન્ટન્ટ ખાતાના બીલો પાસ કરતા અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આપને આ પ્રશ્ન માટે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ પણ જાતનો નિર્ણય કરવામાં આવ્યો નથી, અને એક તરફી સાંભળીને અમને હેરાન કરવામાં આવી રહ્યા છે તે ગેર વ્યાજબી છે, અમારા વ્યવસાયિક કામને આર્થિક નુકસાન કરવાનું વ્યવસ્થિત કાવતરું સ્પષ્ટ પણે દેખાય છે, અમારા બીજા લાઈન કામના બીલો જે પાસ થઈને મૂકી રાખવામાં આવ્યા છે છતાં પણ આજદિન સુધી તે બિલો આપવામાં આવ્યા નથી.
રાજપીપલા ડિવિઝન ના કાર્યપાલ ઈજનેર (બી. બી. પટેલ) જે થોડા સમય પહેલા કડોદરા ડિવિઝનમાં હતા, ત્યાં તેમને કોન્ટ્રાક્ટર સાથે મળીને DGVCL નું મટીરીયલ આપીને સોલારના પ્રાઇવેટ કામો કર્યા છે તેમાં બી. બી. પટેલ અને કોન્ટ્રાક્ટર કામમાં પાર્ટનર હતા, કડોદરા ડિવિઝનમાં કોભાંડ કરતા એમની ટ્રાન્સફર કરવામાં આવી છે, બી. બી. પટેલ એવું જણાવે છે કે મેં આટલો મોટો કૌભાંડ કર્યો છતાં DGVCL કંપનીમાં નિર્દોષ જાહેર થયો અને DGVCL કંપની એ મારી ટ્રાન્સફર કરી, મારા સંબંધ અત્યારના ઉર્જા મંત્રી જોડે ઘરના સંબંધ છે એ મારા ગામની બાજુના ગામના છે એટલે DGVCL કંપની મારુ કશું કરી નહીં શકે અને મુખ્ય અધિકારીઓ જોડે મારા અંગત સંબંધ છે, અમારી જોડે પણ આ કાર્યપાલક ઇજનેર (બી. બી. પટેલ) દ્વારા શરૂઆતમાં બિલો પાસ કરવા માટે બિલોના 10% વહીવટો ની માંગણી પણ કરેલ હતી અને એ વહીવટો ન કર્યા એટલે તેઓએ અમારી પર ખોટા આક્ષેપો કરેલ છે, જે કાર્યપાલક ઇજનેર (બી. બી. પટેલ) પોતે જ ભ્રષ્ટ અધિકારી છે, આવા અધિકારીના લીધે કંપની DGVCL નું નામ અને ઉર્જા મંત્રી નું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે, આ અધિકારીને જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગળ જતા કંપનીને બહુ મોટું નુકસાન કરાવી શકે છે, અત્યારે રાજપીપલા ડિવિઝનમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તેમની સાથે કાર્યપાલક ઇજનેર (બી. બી. પટેલ) અને બીજા સાહેબો દ્વારા બિલો પાસ કરવા માટે અને વર્ક ઓર્ડર આપવા માટે 10% થી 15% ના વહીવટો ની માંગણી કરવામાં આવી રહી છે.તેવા આક્ષેપ જે.ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ધર્મેશભાઈ પટેલ એ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરતા જો આ આક્ષેપો સાચા હોય તો રાજપીપળા વીજ કંપની ના વહીવટ પર અનેક સવાલ ઉઠ્યા છે.
અમારે 50 લાખનું મટીરિયલ કોન્ટ્રાકટર પાસે પરત લેવાનું થાય છે : કાર્યપાલક ઇજનેર, બી.બી.પટેલ
આ બાબતે અમે કાર્યપાલ ઈજનેર બી.બી.પટેલ સાથે વાત કરતાં કંઈક નવો જ વળાંક સામે આવ્યો તેમણે જણાવ્યું કે એમની પાસે dgvcl ને 75 મેટ્રિક ટન મટીરિયલ લેવાનું થાય છે જેની અંદાજીત કિંમત 50 લાખ થતી હોય એ માટે અમે રાજપીપળા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી એમને 10 ટકા ની માંગણી ની રજૂઆત કરી એ તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. ફરિયાદ આપતા પહેલાં આ એજન્સીના ધર્મેશભાઈ દિનેશભાઈ પરવડિયાએ મારી ઓફિસમાં આવી એકાઉન્ટના હેડ અને નાયબ ઇજનેરની હાજરીમાં મને ધમકી આપી હતી કે સાંજે 6.10 પછી તમે ક્યાં જશો..? ફરિયાદ દાખલ થયા બાદ અમારી ઉપલી કચેરીમાં એવી માહિતી મળી કે એમણે એમના ગામ માં એમના શેડ માં અને આજુબાજુ ના ઘરો માં મટીરિયલ સંતાડ્યું છે.ત્યારબાદ ઉપલી કચેરીની સૂચના થી અમે અને રાજપીપળા પોલીસ મથકના પીઆઈ સાથે જઈ ત્યાં તપાસ કરતા ત્યાથી મુદામાલ મળ્યો જે પોલીસે કબજે લીધો છે અને તે સિવાય તેમના ગામ માંથી dgvcl નું 30 ટેમ્પા ભરી મટીરિયલ મળી આવ્યું જે અમે રાજપીપળા dgvcl માં લાવી સ્ટોર માં મૂક્યું છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
