<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ફૂલવાડી ગામની શ્રી શારદા મંદિર કન્યા છાત્રાલયની 110 દીકરીઓ ને નોટબુક વિતરણ કરાઇ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ફૂલવાડી ગામની શ્રી શારદા મંદિર કન્યા છાત્રાલયની 110 જેવી દીકરીઓને મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા બેટી બચાવો બેટી ભણાવો અંતર્ગત નોટબુક વિતરણ કરવામાં આવી

   ઘણા વર્ષોથી પગરખાની પરબ નામથી ગરીબ બાળકો ને પગરખાં આપી સેવાકાર્ય કરતા સેવાભાવી મહેન્દ્રભાઇ પ્રજાપતિ અનેક પ્રકારના સેવાકાર્ય કરી રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના જરૂરિયાતમંદ બાળકો માટે તેઓ જાણે મશીહા બની ને આવ્યા હોય એમ જિલ્લાના ગરીબ બાળકોનું ખાસ ધ્યાન રાખે છે. અને હાલમાં તેઓએ ફૂલવાડી ગામની શ્રી શારદા મંદિર કન્યા છાત્રાલય ની 110 જેવી દીકરીઓ ને બેટી બચાવો બેટી ભણાવો અંતર્ગત નોટબુક વિતરણ કરી હતી.


 

(9:38 PM IST)