તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
વડોદરા નજીક મોટી કોરલ અને વિરોદ ગામે બે મહાકાય મગરનું રેસ્ક્યુ
વડોદરા ના જીઓ દયા કાર્યકર જયેશ પટેલ અને ટીમના માણસોએ દોડતી બે કલાકની મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું

વડોદરા,તા.૧
વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેમાં મોટી કોરલ ખાતે અને વિરોદ ગામે મગરનું રેસ્ક્યુ કરતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.વડોદરા પાસે નર્મદા કિનારે આવેલા મોટીકોરલ ખાતે ૧૦ ફૂટનો મગર નદી માંથી કેળાના ખેતરમાં આવી જતા વડોદરા ના જીઓ દયા કાર્યકર જયેશ પટેલ અને ટીમના માણસોએ દોડતી બે કલાકની મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ફોરેસ્ટ વિભાગે નર્મદા નદીમાં છોડી દેવા માટે કહેતા મગરને નદીમાં છોડવામાં આવ્યો હતો.
આવી જ રીતે વડોદરા પાસેના વિરોદ ગામના તળાવમાંથી પાંચ ફૂટના મગરનું વડોદરા ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિરોદ ગામે બીજો પણ એક મગર આવી ગયો હતો. જ્યારે પોર પાસે એક ખાનગી કંપની માથી પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માંજલપુરના કંચનપુરા ગામે એક મગર નદીમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જતા એક યુવકે હિંમત કરીને મગરને પકડી લીધો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી સોંપી દીધો હતો.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
