તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
પાવાગઢના તળેટીમાં આવેલ વડા તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત: બે યુવકોનો ચમત્કારી બચાવ
બોડેલી તાલુકાના કાટકુવા ગામના ચાર મિત્રો ચેલાવાડા ખાતે બાબા રામદેવજીના દર્શન કરવા આવ્યા હતા: ત્રણ યુવાન તળાવમાં ન્હાવા પડ્યા હતા.

પાવાગઢ યાત્રાધામની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડા તળાવમાં દુઃખદ ઘટના બની હતી. બોડેલી તાલુકાના કાટકુવા ગામના ચાર મિત્રો ચેલાવાડા ખાતે બાબા રામદેવજીના દર્શન કરવા આવ્યા હતા, બાદમાં તેઓ પાવાગઢના વડા તળાવ ખાતે પહોંચ્યા હતા. જેમાં ત્રણ યુવાન તળાવમાં ન્હાવા પડ્યા હતા.
ઊંડા પાણી અને તરતા ન આવડતા હોવાને કારણે વિપુલ અને જિગ્નેશ તળાવમાં ડૂબવા લાગ્યા હતા, જ્યારે મિતેશ સમયસૂચકતા દાખવી તળાવમાંથી બહાર આવી ગયો હતો. બીજી તરફ જીગ્નેશ તળાવની વચ્ચે આવેલા એક ટેકરી સુધી પહોંચી ગયો અને પોતાનો બચાવ કરી શક્યો હતો, પરંતુ વિપુલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ જીગ્નેશનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જ્યારે સઘન શોધખોળ બાદ વિપુલનો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. યાત્રાળુઓ માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે કે તળાવ જેવા ઊંડા પાણીમાં સાવચેતી રાખવી જરૂરી છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
