તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે: 5 જુલાઈથી અમલ: ઈતર પ્રવુતિ કરાવાશે
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય: વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર: શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના

અમદાવાદ : ન્યુ એજન્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલબેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર ( 5 જુલાઈ)થી નો સ્કૂલબેગનો અમલ થશે..
ન્યુ એજ્યુકેશન પોલીસીના નો સ્કુલ બેગ ડેના નિયમમાં વાત એવી છે કે, દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા વધુ ધ્યાન ઈતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે. અને આ ઉત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી સંદર્ભે કમિટીના નિર્ણય સુધી બેગલેસ ડે અમલી બનશે. જૂલાઈ માસથી જ શનિવારે બેગલેસ ડે અમલી બનશે. શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શાળામાં શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવવામાં આવશે. શાળાઓએ કરવાની થતી પ્રવૃત્તિ અને ડ્રીલ અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
શાળામાં શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના અપાઈ છે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. જૂલાઈ માસથી જ દર શનિવારે બેગલેસ ડે-આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
