તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
નવસારીથી છાપર ગામ જતાં બાઈક સવારને અકસ્માત નડ્યો :બાઈક સ્લીપ થઇ જતા એક યુવકનું મોત
નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા અમલસાડ રોડ ઉપર ખરસાડ ગામની સીમમાં અકસ્માત

નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા અમલસાડ રોડ ઉપર ખરસાડ ગામની સીમમાં અકસ્માતની ઘટના બની હતી, નવસારીથી છાપર ગામ જતાં બાઈક સવાર બે વ્યક્તિઓને અકસ્માત નડ્યો હતો જેમાં બાઈક સ્લીપ થઇ જતા એક યુવકનું મોત નીપજ્યું હતું
મળતી માહિતી મુજબ નવસારીથી છાપર ગામ જતાં બાઈક સવાર બે વ્યક્તિઓને અકસ્માત નડ્યો હતો. ખરસાડ ગામની સીમ નજીક બાઇક સ્લીપ થઈ જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે અન્ય એક યુવકને ઈજા થઇ હતી.
ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં છાપર ગામના વિજય પટેલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું
બીજી તરફ ઘટનાની જાણ થતા અમલસાડ આઉટ પોસ્ટની પોલીસ ઘટના સ્થળે પહોચી હતી, પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
