તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd July 2025
અમદાવાદના વાતાવરણમાં પલટો : ક્યાંક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો અમુક જગ્યાએ ધીમીધારે વરસાદ
જજીસ બંગલો, બોડકદેવ, થલતેજ અને સેટેલાઇટમાં વરસાદ: સરખેજ, વેજલપુર, પ્રહ્લાદ નગર, મકરબા, શિવરંજની, ગોતા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદની તોફાની શરૂઆત

અમદાવાદમાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. અમદાવાદનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. જજીસ બંગલો, બોડકદેવ, થલતેજ અને સેટેલાઇટમાં વરસાદ શરૂ થઇ ગયો હતો.
આ ઉપરાંત સરખેજ, વેજલપુર, પ્રહ્લાદ નગર, મકરબા, શિવરંજની, ગોતા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદની તોફાની શરૂઆત થઇ ગઇ હતી. જો કે વરસાદના લીધે પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહનો ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાની શરૂઆતથી જ અત્યાર સુધીમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
