તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ઉત્તર ગુજરાતને ધમરોળતા મેઘરાજા...વડગામ ૯ , વિજાપુર ૬.૫, પાલનપુર, દાંતીવાડા, અને વાલોડ ૬ ઇંચ તો ઉમરપાડા ૫.૫ અને ખેડબ્રહ્મા ૫ ઇંચ
રાજ્યના ૩૨ જીલ્લાના ૧૬૨ તાલુકા ઓ માં ઝરમર થી ૯ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૫.૫ જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩.૫ ઇંચ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા રાજ્યભરમાં હેત વરસાવી રહ્યા છે, જેમાં ૧ મીમી થી લઈ ૨૧૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
એમાં પણ મેઘરાજા ઉત્તર ગુજરાતને જાણે ધમરોળી રહ્યા હોય તેમ વડગામ ૯ ઇંચ ( ૨૧૯ મીમી ), વિજાપુર ૬.૫ ઇંચ, પાલનપુર અને દાંતીવાડા ૬ ઇંચ, વરસાદ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતમાં વાલોડ અને ઉમરપાડા ૫.૫ ઇંચ, જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩.૫ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે.
આજે સવારના ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૩૬.૫૪ ઇંચ પડી ચૂકયો છે અને હજુ મેઘરાજા ની અવિરત બેટિંગ વચ્ચે હવામાન ખાતાની આગામી સમય ની ભારે વરસાદ ની આગાહી છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો વડગામ ૨૧૯ મીમી, વિજાપુર ૧૬૦ મીમી, પાલનપુર ૧૫૬ મીમી, દાંતીવાડા ૧૫૩ મીમી, વાલોડ ૧૪૩ મીમી, ઉમરપાડા ૧૩૫ મીમી, ખેડબ્રહ્મા ૧૨૮ મીમી, મહુવા ૧૧૧ મીમી, વડાલી ૧૧૦ મીમી, સુબીર ૧૦૮ મીમી, વ્યારા ૮૫ મીમી, ડોલવણ ૮૪ મીમી, હિંમતનગર અને કઠલાલ ૮૦ મીમી, કપડવંજ ૭૯ મીમી, બારડોલી ૭૧ મીમી, મહુધા ૭૦ મીમી, કલોલ ૬૨ મીમી, સોનગઢ અને નિઝર ૬૦ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે સાગબારા અને પલસાણા ૫૭ મીમી, સાવલી ૫૪ મીમી, ઠાસરા અને તલોદ ૫૨ મીમી, પ્રાંતિજ ૪૭ મીમી, બોરસદ ૪૬ મીમી, આણંદ ૪૪ મીમી, કડી તો ૪૨ મીમી, વિજયનગર ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના ૧૩૧ તાલુકાઓમાં ૧ થી ૩૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે, આ લખાઈ રહ્યું છે ત્યારે મળતી માહિતી અનુસાર મેઘરાજા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વડગામ અને દેસર પંથકમાં સાંબેલાધાર વરસી રહ્યા છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
